Posts

Showing posts from January, 2026

ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી.

Image
   ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), આરોગ્ય...

પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળાની Joyful Saturday પર ઓર્ગેનિક પાન બનાવવાની અનોખી પ્રવૃત્તિ

Image
  પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળાની  Joyful Saturday પર ઓર્ગેનિક પાન બનાવવાની અનોખી પ્રવૃત્તિ પીએમ શ્રી પાટી પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જી. નવસારી ખાતે આનંદદાયી શનિવાર (Joyful Saturday) અંતર્ગત ઓર્ગેનિક પાન બનાવવાની શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને ગુલાબની પાંખડીઓમાંથી બનતા ગુલકંદ વિશે માહિતી આપવામાં આવી અને તેનું આરોગ્યલક્ષી મહત્વ સમજાવવામાં આવ્યું. ગુલકંદની તાસીર ઠંડી હોવાથી ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, હીટસ્ટ્રોકથી બચાવે છે તેમજ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં પરંપરાગત આહાર, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ તથા વ્યવસાયલક્ષી કૌશલ્યનો વિકાસ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શૈક્ષણિક સાથે આનંદદાયી અનુભવ મેળવ્યો.