ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો.
ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં નિવૃત્ત શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે દિનેશભાઈ નાયક અને બકુલાબેન માહલાનું સન્માન કરાયું ખેરગામ, નવસારી: ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળા ખાતે નિવૃત્તિ વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે વયનિવૃત્ત થતા શિક્ષક શ્રી દિનેશભાઈ નાયક અને શિક્ષિકા શ્રીમતી બકુલાબેન માહલાને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. સમારોહ દરમિયાન મંત્રીશ્રીએ બંને શિક્ષકોને નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને વર્ષો સુધી શિક્ષણક્ષેત્રે આપેલી તેમની સેવાઓને બિરદાવી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે શિક્ષકના મહત્વ અને સમાજના ઘડતરમાં તેમની ભૂમિકા અંગે પ્રેરણાત્મક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, “શિક્ષક સમાજના ઘડવૈયા અને રાષ્ટ્રના ભવિષ્યના નિર્માતા છે.” શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ તેમનામાં સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો અને જવાબદારીની ભાવના પણ વ...